મંગળવાર, જાન્યુઆરી 31, 2012

આ કર્મકાંડી ભૂદેવોથી ભગવાન બચાવે !

  "શાસ્ત્રીનું શટર પટર ને પુરાણીનું  પોલું,
જોશીનું અગડમ બગડમ  એ ત્રણ ઠગોનું ટોળું."
                                   આપણા હિંદુ ધર્મમાં સોળ સંસ્કાર ગણાવ્યમાં આવ્યા છે. ગર્ભાધાનથી  માંડીને શ્રાદ્ધ પર્યંત.  દરેક સન્સકારમાં કોઈને કોઈ રીતે ધાર્મિક વિધિ કે rituals  સામેલ છે જ. અને માટે કર્મકાંડી ભૂદેવની પણ જરૂર પડે છે. ક્યારેક અનિવાર્ય હોય છે. 
ભૂદેવ નો active role  ખોળો ભરવાની વિધિથી ચાલુ થઇ જાય છે. જેમ જેમ વધુ ને વધુ ગર્ભિનીઓના ખોળા  ભરાય તેમ તેમ ભૂદેવોના ના ઓરડા સીધું સામગ્રીથી છલોછલ ભરતા જાય. કેવું અદભૂત સમીકરણ! ખોળા=ઓરડા. 
                                                    અમારે ઘેર કર્મકાંડી ભૂદેવો કામ કરવા આવે તે પહેલા મારા પિતાશ્રીના કઠીન entrance test માં ખરા ઉતરવું પડે છે. માટે હવે તેઓ  આવતા ખચકાય છે  અને ખનસાય છે.  હવે તો પ્રસંગ અનુસાર packages  અને  turnkey  ધોરણે project  fees, quote  કરવામાં આવે છે. દક્ષિણાનું , charge માં રૂપાંતર થઇ ગયું છે.  મેં સાંભળ્યું તે મુજબ ક્યાંક તો advance payment પણ ભૂદેવોના બુકિંગ માટે તેમના આચાર્ય માંગે છે. પૂજાની તમામ સામગ્રી recycle  થયા કરતી હોય છે. એકજ item નું  કેટલી બધી વાર turnover  થયા કરે છે.  Highly Profitable profession.  બેકાર બ્રાહ્મણ યુવકો માટે નવો avenue ખૂલી ગયો છે. દરેક ભૂદેવ પાસે લગભગ two wheeler તો છે જ  અને તેમન ગુરુજીઓ પાસે four wheelers . માટે દિવાળી પર થતા ચોપડા પૂજનમાં  નાનો વેપારી મોટા વેપારીને ખંખેરે એવો scenarrio હોય છે.
                                                    પૂજાપાની મોટાભાગની સામગ્રી "Hazardous to Health."
કંકુ અને ગુલાલ = Rubine Toner Pigments 
અબીલ= શન્ખ્જીરું અથવા Titanium  Dioxide .
ચંદન=Chrysophenine .
હળદર=Metanil Yellow  એટલેકે જલેબીમાં વપરાતો રંગ.
                                                    પ્રોજેક્ટ સવારે નવ વાગ્યે ચાલુ થાય. Decorative સ્થાપનો ગોઠવવામાં સમય વીતે.  સંસ્કૃત મિશ્રિત ગુજરાતીમાં હોબાળો ચાલુ થાય. ત્રુટિઓ સાથેના સ્વસ્તિ વચનો અને શાન્તીમ્ન્ત્રો ભણાય. Naturally  યજમાન પણ તેમ જ ભણે. "આંધળો , આંધળાને દોરે" તેનું પરિણામ?  ભૂદેવોએ ૩૦૦+૧૨૦ ની તમાકુનો મસાલો દબાવેલો હોય પછી ઉચ્ચાર શુદ્ધિની અપેક્ષા કેવી રીતે રખાય?  " Does में जो force है वह Do में कहाँ?"  એ ઉક્તિને યથાર્થ કરતા હોય તેમ ભૂદેવો વધારાના ખોડા મ લગાડ્યા જ કરે. બસ, હવે ઉષ્ણોદક એટલેકે , ચા- કોફીનો સમય. લગભગ અગિયાર વાગી ચૂક્યા હોય!  શુસોભિત પ્રયોગ આગળ વધે. પોતાની ભૂલો છુપાવવા અને જનમન રંજન માટે ઢોલ , ઓર્ગન અને ખંજરીના સહારે શ્લોકો, મંત્રો,  ઋચાઓ  અને ભજનો ના સહારે પ્રોગ્રામ આગળ વધે. અજ્ઞાનીઓ અને અલ્પગ્નાનીઓ આ ચેષ્ટા પર આફરીન થઇ જાય. બિચારા! 
                                                    હમણાથી ઉત્તર ભારતના ભૂદેવો ગુજરાતમાં import થઈને આવ્યા છે. એવા તો કદાવર છે કે તેઓ જો cricket માં ફાસ્ટ bowler બને તો દેશનું નામ રોશન કરે. તેઓ તેમની સંગાથે પંડિત શબ્દ પણ લેતા આવ્યા છે
                                                    રાગડા તાણી ભૂદેવો બાર સાડા બાર વગાડી દે અને ફળાહાર નો નાદ પડે..રાજગરાના શીરા પૂરી, સાબુદાણા વડા અને બે ત્રણ પ્રકારના કંદમૂળ અને દહીં. ટોટલ ૩૦૦૦ કેલરી. પછી આ વાયડા ખોરાકનો મેણો ચઢે અને ભૂદેવોના બેસૂરા નસકોરાનો નાદ વાતાવરણ ગજવે.  જાગૃત થયા બાદ ફરી ગરમ પીણું અને પ્રયોગ શતાબ્દી અને રાજધાનીની  સ્પીડ પકડે. train ના હોર્ન સ્વરૂપે , વાયડું જમેલા ભૂદેવોના અપાનવાયુંના ભડાકા-ધમાકા-ધડાકા ચાલુ. જો Pollution Control Board અપાનવાયુ  પર penalty લેવાનું ચાલુ કરે તો Highest Revenue આ ભૂદેવો પાસેથી વસૂલાય. 
                                                  સાચું અને સારું શક્રાદય ન આવડતું હોય એટેલે ગુપચાવીને જલ્દી શ્રીફળ હોમાવી દે. છેલ્લે orchestra સાથે આરતી જે લગભગ  સો જણા in rotation ઉતારે. આચાર્ય એલાન કરે" દર્શન કરતા જાવ, દક્ષિણા મૂકતા જાવ."  બ્રાહ્મણ આમ છેક જ પોતાની જાતને ભિક્ષુક શા માટે જાહેર કરે છે?  કર્મકાંડી ભૂદેવોએ દરેક પ્રયોગના અને પદના ભાવ ઠરાવી દીધા છે. આમ કર્મકાંડ એક industry બની ગઈ છે. નજીકના ભવિષ્યમાં કદાચ કર્મકાંડ ને  ISO certification  મળશે અને M . B . A . (કર્મકાંડ) ના નવા courses   ચાલુ થાય તો નવાઈ નહિ! 
                                                   હિન્દી સિનેમામાં મુસ્લિમ કિરદાર ભજવતો કલાકાર  હંમેશા કહેતો હોય છે " चंद मुसल्मानोकी वजहसे पूरी कोम बदनाम होती है", તેજ રીતે અલ્પસંખ્યક પણ ભારે impact  ધરાવતા કર્મકાંડી ભૂદેવો થકી સમગ્ર બ્રાહ્મણ જ્ઞાતિને  બામણા , ભામના ઈત્યાદી ગાળ સમાન ઉપનામોથી નવાજવામાં આવે છે. ખૂબ જ શરમજનક છે. કર્મકાંડી ભૂદેવો ક્યાંક અને ક્યારેક અટકે અને ગાડી reverse gear માં નાખે તો નાશ પામેલી બ્રહામનાત્વની ગરિમા પુનઃ પ્રાપ્ત થાય.
                                                     જે દિવસે બ્રાહ્મણો પરશુરામ અને ચાણક્ય બનશે એ દિવસે ભારતવર્ષ ન્યાલ થઇ જશે. નિઃશંક !

" જે પૂજા કે નમાઝમાં પ્રાર્થના નથી તે ફક્ત શારીરિક  કસરત જ  છે."



                                                                                                                ભાર્ગવ અધ્યારુ 
                                                                                          
આ કર્મકાંડી ભૂદેવોથી ભગવાન બચાવે !                      
                                                   
                                     
                                                         

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો